For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિવાદ વચ્ચે કોળી સમાજે કનુ દેસાઈની માફી ફગાવતાં ગુજરાતમાં મતદાન વચ્ચે ભાજપ ટેન્શનમાં

જાહેરમાં અપમાન કરી ખાનગીમાં માફી માંગવી તે ન ચાલે : બાવળિયા

Updated: May 7th, 2024

વિવાદ વચ્ચે કોળી સમાજે કનુ દેસાઈની માફી ફગાવતાં ગુજરાતમાં મતદાન વચ્ચે ભાજપ ટેન્શનમાં

Lok Sabha Elections 2024 |રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મંચ પરથી કોળીઓ કૂંટાય તેમ કહીને સમસ્ત કોળી સમાજનું અપમાન કર્યું છે જે અંગે ગઈકાલે માંગેલી માફીને આંદોલન કરતા કોળી સમાજે ઠુકરાવી દીધી હતી અને આજે જસદણમાં પ્રાંત અધિકારીને કોળી સમાજ તથા ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાથે મળીને  વડારધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપીને દેસાઈ સામે પગલા લેવા માંગણી કરી છે. 

આ અંગે કોળી આગેવાન મુન્નાભાઈ બાવળિયાએ જણાવ્યું  કે નાણામંત્રીએ કોળી સમાજનું અપમાન જાહેરમાં કર્યું છે અને માફી ખાનગી સ્થળે માફી માંગી તે ચાલે નહીં.જાહેરમાં માફી માંગી નથી તેમજ ભાજપ સરકારે પણ નાણામંત્રી સામે કોઈ પગલા લીધા નથી કે આ નિવેદનને વખોડયું પણ નથી ત્યારે માફીની વાત જ નથી આવતી અને અમે આ મુદ્દાને લઈને ભાજપને મત નહીં આપવાની ગામેગામ ઝૂંબેશ શરૂ કરી છે. એટલું જ નહીં, ચૂંટણી પછી અમે નાણામંત્રીના રાજીનામાની માંગ સાથે  આંદોલન ઉપાડીશું. 

જ્યારે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે અમે કોળી સહિત દરેક સમાજને તેમના પ્રશ્નો હોય ત્યારે સાથે રહેવાનું વચન આપ્યું છે અને આમંત્રણ મળતા અમે કનુભાઈ દેસાઈ વિરૂધ્ધ આવેદન આપવાના આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનો પણ સાથે રહ્યા છે અને ભવિષ્યમાં પણ સાથે રહેશું. 

Article Content Image

Gujarat