Get The App

બાવળામાં કનુ પટેલને લોકોએ ઘૂંટણસમા પાણીમાં ઉતાર્યા, ભાજપના ધારાસભ્યો સામે જનઆક્રોશ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
બાવળામાં કનુ પટેલને લોકોએ ઘૂંટણસમા પાણીમાં ઉતાર્યા, ભાજપના ધારાસભ્યો સામે જનઆક્રોશ 1 - image


Gujarat News: બહુમતી છતાંય ભાજપના ધારાસભ્યો મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઉણાં ઉતર્યા છે પરિણામે સ્થાનિકો રોષે ભરાયાં છે. બાવળામાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોએ ભાજપના ધારાસભ્ય કનુ પટેલને કારમાંથી નીચે ઉતારી રીતસર ઉધડો લીધો હતો. એટલુ જ નહીં, વરસાદી પાણીમાં ઉતરો તો ખબર પડે તેમ કહી લોકોએ ઘૂંટણસમા પાણીમાં ઉતાર્યાં હતાં.

મોરબીમાં કાંતિ અમૃતિયાનો વિરોધ

મતદારો હવે ભાજપના ધારાસભ્યોથી કંટાળ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મોરબીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે શહેરીજનોએ મોરચો માંડ્યો છે. શહેરના પ્રશ્નો ઉકેલાતાં નથી પરિણામે કાંતિ અમૃતિયાએ લોકોના રોષનો ભોગ પણ બનવુ પડ્યુ છે . હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ સ્થાનિકોએ સોશિયલ મિડીયામાં આડેહાથ લીધાં હતાં. લોકોએ ભાજપના ધારાસભ્યને સ્પષ્ટ કહી દીધુ હતું કે, પ્રજાના કામ કરો નહીતર અહી પણ વિસાવદરવાળી થશે.

 આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે પોલ ખોલી, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત જ રહ્યા

વરસાદી પાણી ભરતા લોકોનો રોષ ભભુક્યો

છેલ્લા એકાદ બે દિવસથી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બાવળામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. નિકાલ ન થતાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યાં હતાં. બાવળામાં રહેણાંક વિસ્તારોની સોસાયટી પાણીમાં ગરકાવ થઈ હતી જેથી સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ ધોળકા-બાવળા હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ ધારાસભ્યને વરસાદી પાણીના નિકાલ માટે અલ્ટીમેટમ આપ્યુ હતું. આમ, ભાજપના ધારાસભ્યો સામે ઠેર ઠેર જનાઆક્રોશ ભભૂક્યો છે તેવું ચિત્ર ઉપસ્યુ છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

ધારાસભ્યને વરસાદી પાણીમાં ચાલવા કર્યા મજબૂર

ધારાસભ્ય કનુ પટેલ જ્યારે રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોકોએ તેમની કાર રોકી હતી. એટલુ જ નહીં, કારમાંથિ ઉતારી વરસાદી પાણીની સ્થિતી વિશે ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો કે, તમે વરસાદી પાણીમાં ચાલો તો લોકોની સમસ્યાની ખબર પડશે. લોકોનો રોષ જોઈ નાછૂટકે ધારાસભ્યએ વરસાદી પાણીમાં ઉતરવું પડયું હતું અને પ્રશ્નના નિરાકરણની ખાતરી આપવી પડી હતી.

Tags :