Gujarat

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા

By GS TEAM
8 Nov 20253 mins read
TukuTouch Logo
એક સમયે ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હતું તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાતદિવસ ધમધમતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગને ખંભાતી તાળાં લાગી રહ્યાં છે. મહેસાણા જિલ્લાની એશિયા ખંડમાં કોટનની સિટી તરીકે ઓળખાતા કડીમાં 115 કપાસના જીનમાંથી 60 જીન બંધ થઈ જતા હાલમાં માત્ર 40 જેટલા જીન ડચતાં ખાતા ચાલી રહ્યાં છે. ગુજરાતના કુલ 800 જેટલી કોટન મીલમાંથી અંદાજે 50 ટકા જેટલા જીન બંધ થઈ ગયા છે. તેમજ 55 લાખ જેટલી કોટનની ગાંસડી એક્સપોર્ટ થવાને બદલે 45 લાખ જેટલી ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા

North Gujarat News: એક સમયે ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હતું તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાતદિવસ ધમધમતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગને ખંભાતી તાળાં લાગી રહ્યાં છે. મહેસાણા જિલ્લાની એશિયા ખંડમાં કોટનની સિટી તરીકે ઓળખાતા કડીમાં 115 કપાસના જીનમાંથી 60 જીન બંધ થઈ જતા હાલમાં માત્ર 40 જેટલા જીન ડચતાં ખાતા ચાલી રહ્યાં છે. ગુજરાતના કુલ 800 જેટલી કોટન મીલમાંથી અંદાજે 50 ટકા જેટલા જીન બંધ થઈ ગયા છે. તેમજ 55 લાખ જેટલી કોટનની ગાંસડી એક્સપોર્ટ થવાને બદલે 45 લાખ જેટલી ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે. 

ગુજરાતના 800 પૈકી 50 ટકા જીન બંધ 

ગુજરાતમાં એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગને ભારે અસર થઈ રહી છે, જીનિંગ ઉદ્યોગ બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. એમએસપી અને ઈન્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તુ પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે. ગુજરાતમાં કુલ 800 જેટલા કપાસના જીનમાંથી હાલ અંદાજે 50 ટકા જેટલા જીન બંધ થઈ ગયા છે. 

ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતા જીનો રાતદિવસ ધમધમતા હતા. મહેસાણા જિલ્લામાં કડી અને વિજાપુર જિલ્લામાં સૌથી વઘુ કપાસના જીનો હતા, જ્યાં આંધ્ર પ્રદેશ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ખેડૂતો કપાસ વેચવા માટે આવતા હતા. ત્યારે બે વર્ષ પહેલા 55 લાખ ગાંસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી અને હવે એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાની અસરથી કોટનની 55 લાખ ગાંસડીઓનું એક્પોર્ટ બંધ થઈ ગયું છે અને તેની સામે કોટનની 45 લાખ ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે. ઈમ્પોર્ટ કરાયેલી ગાંસડી 51 હજારમાં પડે છે, જ્યારે કડીમાં તૈયારી થયેલી ગાંસડી 54 હજારમાં પડે છે. જેના કારણે કડીની કેટલીક કપાસની જીનોને ખંભાતી તાળાં લાગ્યા છે અને સરકાર આ માટે કોઈ યોગ્ય પગલાં નહીં લે તો તમામ જીનો બંધ થઈ જેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ પહેલા જીનો હતા, પરંતુ સરકારની નીતિઓને કારણે તે બંધ થવા લાગ્યા છે. 

સરકાર આ અંગેના પગલાં લેવા ઈચ્છે તો, બિયારણ, ખાતર, દવાઓ નિઃશુલ્ક અથવા ઓછા ભાવે આપી શકાય, બિયારણમાં સુધારો લાવી શકાય, જેથી વધારે ઉતારો આવી શકે છે. પરંતુ સરકાર આ પ્રકારની નીતિઓને અવગણી અને માત્ર એમએસપી વધારીને કામ ચલાવશે તો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે. 

એમએસપી એટલે શું ?

એમએસપી એટલે ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ’ કે પછી ‘લધુતમ સમર્થન મૂલ્ય’, સરકાર પાકની એક લધુતમ કિંમત નક્કી કરે છે તેને એમએસપી કહેવામાં આવે છે. જો બજારમાં પાકની કિંમત ઓછી પણ થઈ જાય તો પણ સરકાર ખેડૂતને એમએસપીના હિસાબે જ પાકની ચૂકવણી કરશે. 

ઊંચી એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ થતા અસર  ગુજરાત જીનિંગ એસોસિએશનના સેક્રેટરી

ગુજરાત જીનિંગ એસોસિએશનના સેક્રેટરી શૈલેષ પટેલે જણાવ્યું કે, ઊંચી એમએસપી અને ઈમ્પોર્ડ ડ્યુટી બંધ કરી હોવાના કારણે બહારથી આવતું કોટન 50-51 હજારમાં પડતર થાય છે, જ્યારે જ્યારે અહીંના કોટનની પડતર કિંમત જ 5૩-54 હજાર થાય છે, જેના કારણે જીન ચલાવવી મુશ્કેલ છે, આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો તમામ જીનો બંધ થઈ જશે. જ્યારે આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ) ભરવાના કારણે સરકારમાં પૈસા રોકાઈ જાય છે.