Get The App

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા 1 - image

Jamnagar Corportion : જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના તમામ 16 વોર્ડમાં કુલ 4,42,841 મતદારો નોંધાયેલ છે. એસ.આઈ.આર.ની કામગીરીના અને અન્ય કોઈ કારણોસર મહાનગર પાલિકાની ગત્ સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદારો ઘટ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા 2 - image

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી ટૂંક સમયમાં યોજાનાર છે. આ માટે 4,42,841 મતદારો નોંધાયા છે. આ મતદારો માટે 412 બુથમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 2021 ની જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46,155 મતદારો ઘટ્યા છે. આ માટે એસ.આઈ.આર.ની તેમજ અન્ય કોઈ કારણ ગણી શકાય. કુલ 16 વોર્ડની 64 બેઠક માટે 50 ટકા મુજબ 32 બેઠકો મહિલા માટે અનામત છે, જેમાં આઠ ઓબીસી, મહિલા, બે અનુ.સૂચિત જાતિ મહિલા બેઠક અનામત છે. પુરુષમાં 20 સામાન્ય, 9 ઓબીસી અનુ.જાતિની બે, અને એક અનુ.આદિજાતિ બેઠકનો સમાવેશ થાય છે.ગત્ વર્ષ 2021 ની સામાન્ય ચૂંટણીમાં 64 માંથી ભાજપને 50, કોંગ્રેસને 11 અને બસપાને 3 બેઠક મળી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને 'આપ' પણ ચૂંટણીમાં ઝુંકાવશે. ઉપરાંત સપા, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જ્યારે આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.