જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે હેતુથી 11 માં તબક્કાના "સેવાસેતુ" કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં વોર્ડ નં.1 થી 8 માટેના સેવાસેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે.
જેના પ્રારંભમાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના અલગ-અલગ વિભાગોની યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેનો તબક્કા વાઈઝ નગરજનોએ લાભ લેવા મહાનગર પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ વોર્ડ નં 9 થી 16 માટે આવતી કાલ તા.07-03-2026 ને શનિવારના એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં સવારના 9:00 થી 5:00 વાગ્યા દરમ્યાન સેવા સેતુ કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે.








