Jamnagar

જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ : રૂ. 88 લાખનો મુદામાલ કબજે લેવાયો

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર ખનીજ મોરમ ચોરી ઝડપી પાડી છે. વાગડીયા સીમમાં દરોડા પાડી, પોલીસે 2 JCB અને 4 ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ 88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. લાલપુર પોલીસે આ કાર્યવાહી કરી હતી. ખનીજ ચોરીનો આ મોટો પર્દાફાશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ : રૂ. 88 લાખનો મુદામાલ કબજે લેવાયો

Jamnagar : જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમમાંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂ.88 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
જામનગર તાલૂકાના પીપરટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાગડીયા સીમમાંથી ગેરકાયદેસર ખનીજ મોરમ ચોરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂ.88,00,000નો મુદામાલ લાલપુર પોલીસે કબજે કર્યો હતો. લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.