Gujarat

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ હેઠળ આવતા આશરે 12 જેટલાં અંતરિયાળ ગામોમાં આજદિન સુધી પાકા ડામર રસ્તાઓની સુવિધા ન હોવાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રસ્તાના અભાવે લગભગ 15 હજારથી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. આ વિશે પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત

Chhota Udaipur Road Issue: છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ હેઠળ આવતા આશરે 12 જેટલાં અંતરિયાળ ગામોમાં આજદિન સુધી પાકા ડામર રસ્તાઓની સુવિધા ન હોવાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રસ્તાના અભાવે લગભગ 15 હજારથી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. આ વિશે પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી

રૂપસિંહ રાઠવાનો આરોપ છે કે, આઝાદીના 78 વર્ષ બાદ પણ અમારા 12 ગામોમાં હજુય રસ્તા કાચા જ છે. કાચા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ ગામ સુધી સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓનો જીવ જોખમાય છે. આ સિવાય ચોમાસાની ઋતુમાં રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ જવાથી 12 ગામો સંપર્કવિહોણા બને છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. 

રૂપસિંહ રાઠવા



દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી

વહીવટી તંત્ર પર રોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, રસ્તાઓના અભાવે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ વરસાદ દરમિયાન શાળાએ જઈ શકતા નથી, જ્યારે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે ખાટલામાં ઊંચકીને લઈ જવા પડે છે. તેથી તાત્કાલિક તમામ 12 કાચા રસ્તાઓને પાકા ડામર રોડ તરીકે મંજૂર કરીને તેનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા જોઈએ. 

આ પણ વાંચોઃ 'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું


કલેક્ટરને લેખિતમાં કરી રજૂઆત

પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાએ કલેક્ટરને આવેદન પત્રમાં રજૂઆત કરી છે કે,  'છોટાઉદેપુર તાલુકાના અતિ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલ ગામોમાં રસ્તાઓ આઝાદીના 78 વર્ષ પછી પણ 12 જેટલાં ગામોમાં આજદિન સુધી પાકા ડામર રસ્તાઓ બનેલ નથી.જેના કારણે ગામલોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમારી ગામલોકોની રજૂઆત છે કે ,અમારા 12 જેટલાં ગામોને જોડતો રસ્તો ન હોવાને કારણે અમે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીએ છીએ. ઈમરજન્સી આરોગ્ય સેવાઓ -શૈક્ષણિક સેવાઓ અને જિલ્લા મથકે અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. અમારા ગામોમાં અંદાજે 15 હજારની વસ્તી હોય, ઉપરોકત રસ્તો કાચો હોય તેના માટે અમો ગ્રામજનો વારંવાર રજૂઆત કરેલ છે. આ રસ્તો વહેલી તકે ડામર કરવા અમારી માંગ છે. સદર કાચા રસ્તા બાબતે આજુ-બાજુના ગામોને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ચોમાસા દરમિયાન અમારા આજુબાજુના ગામ લોકોને રસ્તાના આભાવે ખુબ જ મુશ્કેલી પડે છે. અમારો આ રસ્તો મુખ્ય છે.જે ચોમાસા દરમિયાન બંધ થઈ જાય છે અને અવર-જવર કરી શકાતી નથી. અમારા ગામોમાં ન બનેલા કાચા રસ્તાઓ આ પ્રમાણે છે.'