Gujarat

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી હોય તેવુ લાગી રહ્યું છે. એક તરફ દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ત્રાસથી શહેરીજનોમાં ભય જોવા મળી રહ્યો છે. તેવામાં 6 ડિસેમ્બરની સવારે શહેરના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે જાહેરમાં ધમાલ મચાવીને અન્ય વાહનોમાં તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બંને યુવક વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી

Ahmedabad News : ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી હોય તેવુ લાગી રહ્યું છે. એક તરફ દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ત્રાસથી શહેરીજનોમાં ભય જોવા મળી રહ્યો છે. તેવામાં 6 ડિસેમ્બરની સવારે શહેરના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે જાહેરમાં ધમાલ મચાવીને અન્ય વાહનોમાં તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બંને યુવક વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી

મળતી માહિતી મુજબ, અમદાવાદના RTO સર્કલ પાસે એક રિક્ષા ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો અને બાઈક સવાર સાથે માથાકૂટ કરીને મારામારી કરી હતી. જેમાં રિક્ષાચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. રિક્ષા ચાલક ઘટનાસ્થળેથી ભાગવાની કોશિશ કરતાં એક કાર સાથે રિક્ષાની ટક્કર વાગતા મામલો વધ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે ટોળું એકઠું થઈ ગયુ હતું. 


બંને યુવકોએ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન યુવકને રોકવા જતાં લોકો પર પણ તેઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન નશામાં ધૂત આરોપીએ ઘટનાસ્થળેથી પસાર થતી 108 અને અન્ય વાહનોમાં પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. 


આ પણ વાંચો: અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

શહેરમાં નશાની હાલતમાં લોકો વાહન ચલાવતા હોવાથી શહેરીજનોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધ હોવા છતાં અનેક વિસ્તારોમાં વેચાણ થતું હોવાની પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરટીઓ સર્કલ પર નશાની હાલતમાં યુવકના હોબાળાની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.