ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક!
Image: Freepik |
Globalization Index: ભારતમાં ગ્લોબલાઈઝેશનની નીતિઓ લાગું થયે 35 વર્ષ થઈ ચૂકયા છે. આજે ભારત દુનિયાનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ચૂકયું છે. આ સમયગાળામાં ભારત પર તેની શું અસર થઈ છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગના સંશોધક અપર્ણા ગંગાધરે પ્રોફેસર ડૉ. અર્ચના ફુલવારીના હાથ નીચે પીએચડી કર્યું છે.
ગ્લોબલાઈઝેશનની અસર
આ પીએચડીના ભાગરુપે તેમણે 31 પરિબળોનો ઉપયોગ કરીને પાંચ અલગ -અલગ ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરોની ચકાસણી કરી છે. જેમાં ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, પોલિટિકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ, ટેકનોલોજીકલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સ હેઠળ ગ્લોબલાઈઝેશનની અસરને જાણવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતની જીડીપી 25 ટ્રિલિયનમાંથી 188 ટ્રિલિયન થઈ
ડૉ. અર્ચના અને ડૉ. અપર્ણા ગંગાધરનનું કહેવું છે કે, દરેક ઈન્ડેક્સમાં 100નો સ્કોર રાખવામાં આવ્યો છે. આ પાંચ ઈન્ડેકસના આધારે ઓવરઓલ ગ્લોબલાઈઝેશન ઈન્ડેકસને પણ તારવવામાં આવ્યો છે. જેમાં ભારતને 100 માંથી 90નો સ્કોર મળ્યો છે. જે દર્શાવે છે કે, ભારતમાં ગ્લોબલાઈઝેશન મહદઅંશે સફળ થયું છે. ગ્લોબલાઈઝેશનની શરૂઆત 1991-92થી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતની જીડીપી, આયાત-નિકાસ, વિદેશી હૂંડિયામણ, લોકોના ખર્ચ, ભારતમાં આવતા વિદેશી મૂડી રોકાણમાં કેટલો વધારો થયો તેની પણ સરખામણી કરવામાં આવી છે. જેને ઘ્યાનમાં લઈએ તો ભારતની જીડીપી 1991-92માં 25 ટ્રિલિયન રૂપિયા હતી અને અત્યારે 188 ટ્રિલિયન રુપિયા છે.
આમ ભારતની જીડીપીમાં 35 વર્ષમાં 7.39 ગણો વધારો થયો છે. આ જ રીતે ભારતમાં આવતું સીઘુ વિદેશી મૂડી રોકાણ 1991માં લગભગ ઝીરો હતું. જે આજે 2.19 ટ્રિલિયન (એક ટ્રિલિયન એટલે એક લાખ કરોડ) રુપિયા છે. આમ વિદેશી મૂડી રોકાણ 1991ની સરખામણીએ 1274 ગણું વઘ્યું છે.ભારત પાસેના સોનાના ભંડારની કિંમતમાં પણ ગ્લોબલાઈઝેશન બાદ 97.85 ગણો વધારો થયો છે. આજે ભારત પાસે 6.68 ટ્રિલિયન રુપિયાનું સોનું છે. દેશનું બહારી દેવું પણ 1.63 ટ્રિલિયનથી વધીને 55.43 ટ્રિલિયન થયું છે. આમ દેવું 33.95 ગણું થયું છે.
ભારતના અર્થતંત્રના વ્યાપને દર્શાવતા આંકડા (રૂ.લાખ કરોડ)
સામાજિક પરિબળો પર ગ્લોબલાઈઝેશનની અસર
શેર બજારમાં વિદેશી રોકાણ માત્ર 10 કરોડ રુપિયા હતું
આજે શેરબજારનો સેન્સેક્સ 80000ની સપાટી વટાવી ગયો છે. શેરબજારમાં વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ પણ વઘ્યો છે. શેરબજારમાં 3.69 ટ્રિલિયન રૂપિયાનું રોકાણ વિદેશી સંસ્થાઓનું અને રોકાણકારોનું છે પણ ગ્લોબલાઈઝેશનના પહેલા વર્ષે શેરબજારમાં માત્ર 10 કરોડ રૂપિયા મૂડી રોકાણ આવ્યું હતું.