Gujarat

વડાલી શહેરમાં કરિયાણાનો વેપારી કોરોનામાં સપડાયો

By GS Team
19 Jul 20201 min read
This article was originally published on 19 Jul 2020
વડાલી શહેરમાં કરિયાણાનો વેપારી કોરોનામાં સપડાયો

વડાલી, તા. 18 જુલાઈ, 2020, શનિવાર

વડાલી શહેરમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી કોરોનામાં સપડાયા છે. જેના પગલે તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યો છે અને સેનેટાઇઝરની કામગીરી શરૂ કરી છે. વડાલી નગરના મેઇન બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા અને વડાલીના જીઇબી રોડ ઉપર આવેલી મેમણ કોલોનીમાં રહેતા ૪૫ વર્ષીય યુવાનને આજથી ચારેક દિવસ અગાઉ તાવ અને શરદી થતા વડાલીના ખાનગી હોસ્પિટલ ખાતે દવા લેવામાં આવી હતી જેનું કોઇ પરિણામ નહિ મળતા ઇડર ખાતે બીજી એક ખાનગી હોસ્પિટલ ખાતે દવા લાવવામાં આવી હતી પરંતુ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ગત ૧૬ તારીખે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ શુક્રવારની મોડી સાંજે પોઝિટિવ આવતા આ યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રે દાખલ કરવામાં આવેલ છે.

વડાલી તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ વડાલીના જીઇબી રોડ ઉપર આવેલ મેમણ કોલોનીના ઝાકીર રસુલભાઈ મેમણના મકાનથી ગફુરભાઈ અબ્દુલ રહીમના મકાન સુધીના ૧૫ મકાનના ૧૦૧ વ્યક્તિઓને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તદુપરાંત યુનુસભાઈ ગુલાબભાઈ મેમણના મકાનથી ઇદ્રીશભાઈ અયુબભાઈ મેમણના મકાન સુધીના ૧૩ ઘરના ૬૬ વ્યક્તિઓને બફર ઝોનમાં લેવામાં આવ્યા છે. વડાલી નગરપાલિકા દ્વારા સવારથી જ આ તમામ વિસ્તારોને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તદુપરાંત વડાલી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલની તપાસ હાથ ધરવામાં આવી હતી.