For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફ્લેટ વેચાણના નામે 11 લોકો સાથે 2.99 કરોડની ઠગાઇમાં જામીન નકારાયા

ઇકરા ડેવલપર્સના શાહીદ કાપડિયાએ લાલગેટ વિસ્તારમાં રોયલ હાઇટ્સ બિલ્ડીંગના ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો

Updated: Nov 24th, 2021


Article Content Image

સુરત

 ઇકરા ડેવલપર્સના શાહીદ કાપડિયાએ લાલગેટ વિસ્તારમાં રોયલ હાઇટ્સ બિલ્ડીંગના ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો

લાલગેટ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલી મિલકતમાં ફ્લેટ વેચાણ સંબંધી ગુનાઈત ઠગાઈનો કારસામાં જેલવાસ ભોગવતા ઈકરા ડેવલપર્સના આરોપી સંચાલકે ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ આરતી અદ્વૈત વ્યાસે નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપ્યો છે.

લાલગેટ પોલીસ મથકના હદમાં સીટી સર્વે વોર્ડ નં.11 તથા નોંધ નં.619,620 માં ફરિયાદીની મિલકતમાં રોયલ હાઈટ્સ નામે એકથી વધુ વ્યક્તિને ફ્લેટ વેચાણ કરીને કુલ રૃ.2.99 કરોડની ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસા બદલ ઈકરા ડેવલપર્સના આરોપી સંચાલક શાહીદ અબ્દુલ સત્તાર કાપડીયા (રે.નવી ચોલ,સીંધી વાડ ચોકબજાર)ની તા.18-11-20ના રોજ ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યા હતા.હાલમાં છેલ્લાં એકાદ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી શાહીદ કાપડીયાએ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપી લાંબા સમયથી જેલમાં હોઈ ચાર્જશીટ રજુ થયા બાદ સાક્ષી પુરાવા સાથે ચેડા થાય તેવી સંભાવના ન હોઈ જામીન આપવા માંગ કરી હતી. વધુમાં આરોપીએ લોકડાઉનના કારણે વેચાણ દસ્તાવેજની કાયદાકીય પ્રક્રિયા કરી શક્યા ન હોઈ સ્થાનિક રહીશ હોવાથી જામીન માંગ્યા હતા.

જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. મ ાત્ર ચાર્જશીટ રજુ થવાથી કેસના ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર આવ્યો હોવાનું માની શકાય નહીં. આરોપીએ ફરિયાદી તથા 11 સાક્ષીઓ પાસેથી કુલ રૃ.2.99 કરોડ મેળવીને એકથી વધુ વ્યક્તિને ફ્લેટ વેચીને વેચાણ દસ્તાવેજ નહીં કરી આપીને ગુનાઈત ઠગાઈ કરી છે.

 

Gujarat