For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાબરકાંઠામાં સસરાએ એકલતાનો લાભ લઈને દીકરી સમાન પુત્રવધુને પિંખી નાંખી

પુત્રવધુએ તેના મામાને ઘટનાની જાણ કરતા ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ

Updated: Sep 29th, 2023

સાબરકાંઠામાં સસરાએ એકલતાનો લાભ લઈને દીકરી સમાન પુત્રવધુને પિંખી નાંખી

વડાલીઃ ગુજરાતમાં મહિલા સન્માનની વાતો વચ્ચે દુષ્કર્મના કિસ્સા વધી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લામાં સસરાએ પુત્રવધુને પિંખી નાંખવાનો મામલો સામે આવ્યો છે. દુષ્કર્મ બાદ સસરાએ કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટનાની વડાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના વડાલીમાં એક યુવતીના સાટા પધ્ધતિમાં લગ્ન થયાં હતાં. લગ્નના બે વર્ષ બાદ તેને ગર્ભ નહીં રહેતાં હોસ્પિટલમાં રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં પતિનો રિપોર્ટ નોર્મલ નહોતો જેથી તેની દવા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગત જૂન મહિનામાં સાસુ, સસરા અને પતિ ખેતરમાં કામે ગયા હતાં. ત્યાર બાદ સસરા ચા નાશ્તો લેવા માટે ઘરે આવ્યા હતાં. આ દરમિયાન ઘરમાં એકલી રહેલી પુત્રવધુ પર તેમની નજર બગડી હતી. 

સસરાએ એકલતાનો લાભ ઉઠાવીને પુત્રવધુને હાથ ખેંચીને ઓરડામાં લઈ ગયા હતાં અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ ખેતરમાં જતા રહ્યા હતાં. પુત્રવધુએ તેના ભાઈને ફોન કરીને પિયર લઈ જવા કહ્યું હતું અને તેનો ભાઈ તેને લઈ ગયો હતો. એક મહિના બાદ સાસુ અને સસરા તેને લેવા માટે પિયર આવ્યા હતાં પણ તેણે સાસરીમાં જવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનાની મામાને વાત કરતાં સસરાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. વડાલી પોલીસ સ્ટેશનમાં સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Gujarat