Gujarat

રાજકોટમાં પોલીસના તોડકાંડનો રોગ મોરબી પહોંચ્યો, PSI સસ્પેન્ડ

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
રાજકોટમાં પોલીસના તોડકાંડનો રોગ મોરબી પહોંચ્યો, PSI સસ્પેન્ડ

રાજકોટ, તા. 07 ફેબ્રુઆરી 2022 સોમવાર

રાજકોટમાં તોડકાંડ વચ્ચે મોરબીથી બદલી પામેલા PSIને છુટા થાય એ પહેલા જ સસ્પેન્ડ કરાયા છે.

વહીવટના કેસમાં જૂનાગઢ બદલી પામેલા PSI ને છુટા કરતા પહેલા જ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે.


માળીયા નજીક આવેલી ખાનગી બિનખેતી જમીન ખાલી કરાવ્યાના આક્ષેપ બાદ એ ડિવિઝનમાંથી કંટ્રોલ રૂમમાં મુકી દેવાયા હતા. 3 દિવસ પહેલા PSI ની જૂનાગઢ બદલીનો ઓર્ડર થયો હતો.