Vadodara : વડોદરા શહેરના તાંદલજા પમ્પિંગ સ્ટેશન ખાતે કેટલાક ગૌપાલકોએ પોતાની ગાયો બાંધી દીધી હતી. તેમજ કેટલોક સામાન ખડકી દીધો હતો. આજે પાલિકા તંત્રએ અહીં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ પંપીંગ સ્ટેશનમાં કેટલાક ગૌપાલકોએ અહીં ગેરકાયદેસર રીતે પોતાની ગાયો બાંધી દીધી હતી. જેને કારણે અહીં છાણ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું. આ સાથે ગોપાલકોએ અહીં પોતાનો સામાન પણ ગોઠવી દીધો હતો. આ મામલે અગાઉ ગૌપાલકોને સૂચના આપવા છતાં તેઓએ પોતાના પશુઓ હટાવ્યા ન હતા. આખરે આજે માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિજય પંચાલની સૂચના હેઠળ ઢોર ટીમે અહીંથી ગોપાલકોનો સામાન તથા અન્ય ઢોર દૂર કર્યા હતા. જ્યારે બે ગાય જમા લેવામાં આવી હતી. આ બાદ હવે કલાલી પમ્પિંગ સ્ટેશનને પણ આવા પ્રકારની જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


