Gujarat
વડોદરાઃ લગ્નના બે મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિ જેલમાં ધકેલાયો
By GS TEAM
4 May 20261 min read

વડોદરાઃ લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી દેનાર શંકાશીલ પતિને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
આંકલાવના ખડોલ ગામે રહેતી તેજલ સોલંકીના લગ્ન બે મહિના પહેલાં ફાજલપુર ધોળાકુવા ખાતે રહેતા હર્ષદભાઇ ચંદુભાઇ ગોહિલ સાથે થયા હતા.હર્ષદે વહેલી સવારે તેજલના ભાઇ જયદિપને ફોન કરી અમારી લાશો લઇ જજો...તેમ કહેતાં શંકા થઇ હતી.ત્યારબાદ તપાસ કરતાં તેજલની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.
તેજલના ભાઇએ કહ્યું હતું કે,હર્ષદ મારી બહેન પર વહેમ રાખતો હતો,જેથી તેજલે આ બાબતે અમને જાણ પણ કરી હતી.નંદેસરી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો.









