Gujarat

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપાયા

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્નવાંછુક યુવાનોને નિશાન બનાવતી એક ખતરનાક 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેરેજ બ્યુરોની આડમાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે કુલ નવ આરોપીઓ પૈકી બે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5ની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપાયા

Luteri Dulhan Gang In Himatnagar: સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્નવાંછુક યુવાનોને નિશાન બનાવતી એક ખતરનાક 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેરેજ બ્યુરોની આડમાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે કુલ નવ આરોપીઓ પૈકી બે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5ની શોધખોળ હાથ ધરી છે.

કેવી રીતે આચરતા છેતરપિંડી?

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં મનોજ સોની અને તેની પત્ની કવિતા સોની 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' ચલાવતા હતા. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. લગ્ન માટે ઉત્સુક યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવી આ ટોળકી યુવતીઓ સાથે બોગસ લગ્ન કરાવતી હતી. લગ્નના ચાર-પાંચ દિવસ બાદ યુવતીઓ કોઈને કોઈ બહાના હેઠળ ભાગી જતી અથવા તો યુવક અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરતી હતી. એકવાર છૂટાછેડા થઈ જાય એટલે એ જ યુવતીને અન્ય યુવક પાસે મોકલી ફરી લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હતા.

આ પણ વાંચો: રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝુંપડા તોડી પડાયા

અન્ય 4 મહિલા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા

હિંમતનગરના એક ભોગ બનેલા યુવકે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર દંપતી મનોજ સોની અને કવિતા સોની સહિત 4 શખસોને દબોચી લીધા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હિંમતનગર સિવાય અન્ય કયા શહેરોમાં કેટલા યુવકોને પોતાનો શિકાર બનાવ્યા છે. હાલમાં ફરાર અન્ય 4 મહિલા આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે.