Gujarat

ગુજરાતમાં 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

By GS TEAM
2 Jul 20252 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે (2 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે છેલ્લા 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.54 ઇંચ વરસાદ થયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી 10થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે (2 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે છેલ્લા 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.54 ઇંચ વરસાદ થયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી 10થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (3 જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: VIDEO: તાપીના ડોલવણમાં દરિયો બની નદી, અનરાધાર વરસાદથી 21 રસ્તા બંધ

4-5 જુલાઈની આગાહી

4-5 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં  ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

6 જુલાઈની આગાહી

6 જુલાઈના રોજ 20થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતના 101 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ

7-8 જુલાઈની આગાહી

7-8 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.