ગુજરાતના 101 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ
Rainfall In Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આજે બુધવારે (2 જુલાઈ) 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.54 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 92 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.
101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (2 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વાલોડમાં 3.23 ઇંચ, ડોલવણમાં 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.56 ઇંચ, તાપીના વ્યારામાં 1.42 ઇંચ, સોનગઢમાં 1.38 ઇંચ, સુરતના બારડોલીમાં 1.26 ઇંચ, ડાંગના આહવામાં 1.18 ઇંચ, તાપીના ઉચ્છલમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો