VIDEO: તાપીના ડોલવણમાં દરિયો બની નદી, અનરાધાર વરસાદથી 21 રસ્તા બંધ
Tapi Rain : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે. આજે (2 જુલાઈ) 6થી 10 વાગ્યા સુધીમાં એટલે કે 4 કલાકની અંદરમાં ડાંગ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં ચારેયકોર પાણી-પાણીના દૃશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાય છે, ત્યારે ડોલવણમાં નદીમાં દરિયા સમાન પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. જ્યારે અનરાધાર વરસાદથી કુલ 21 જેટલાં રસ્તાઓ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે.
2 કલાકમાં ડોલવણમાં 2.8 ઇંચ વરસાદ
આજે (2 જુલાઈ) બપોરના સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના 2 કલાકમાં ડોલવણમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.36 ઇંચ, સુરતના મહુવામાં 1.93 ઇંચ, ડાંગના આહવામાં 1.14 ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઈંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ
તાપી જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ડોલવણમાં 2.8 ઇંચ વરસાદ થતાં ડોલવણથી પંચોલ જતાં લો-લેવલ પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વાહન વ્યવહાર માટે પુલને બંધ કરાયો હતો.