Gujarat

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં ઍલર્ટ

By GS TEAM
23 Jul 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઍલર્ટ જાહેર કર્યું છે

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં ઍલર્ટ

Rain Forecast, Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઍલર્ટ જાહેર કર્યું છે. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 24-25 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

27 જુલાઈની આગાહી

27 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

28 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 28 જુલાઈના રોજ 27 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: 'ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી...' અમરેલીના આ ગામમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી

29 જુલાઈની આગાહી

29 જુલાઈએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.