Gujarat

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં 'રેડ એલર્ટ', બાકીના તમામ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં 4 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવસારીમાં કરંટ લાગવાથી 3 અને આણંદમાં બાળકી તણાતા 1 મોત થયું છે. સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ સાથે 255 તાલુકામાં મેઘમહેર જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં 'રેડ એલર્ટ', બાકીના તમામ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'

Gujarat Rain Alert: રાજ્યમાં મેઘરાજાએ અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા બપોરે 1 વાગ્યા સુધી માટે જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ અહેવાલ મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન વરસાદી અકસ્માતો અને દુર્ઘટનાઓમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરતમાં રેડ ઍલર્ટ છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

255 તાલુકામાં મેઘમહેર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 255 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં સૌથી વધુ 24 ઇંચ જેટલો આકાશી વરસાદ ખાબક્યો છે. રાજ્યના અન્ય 12 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ મુશળધાર વરસાદ નોંધાયો છે.

વરસાદી દુર્ઘટનામાં 4 લોકોના મોત

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવસારીમાં પાણી ભરાવાના કારણે વીજળીનો કરંટ લાગતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આણંદમાં ખુલ્લી કાંસમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં 3 બાળકો તણાયા હતા, જેમાં એક માસુમ બાળકીનું મોત થયું છે, જ્યારે 2 બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.