Get The App

ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી 1 - image


Valsad Rain Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદ જોવા મળ્યો નથી. એવામાં હવે મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. શનિવારે (9 ઓગસ્ટ) વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ગઈ કાલે મોડી રાતથી જ વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ જયરાજ સિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું

હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં દોઢ ઈંચ તેમજ છોટા ઉદેપુરમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચોઃ અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત

ક્યાં કેટલો વરસાદ વરસ્યો? 

તાલુકોવરસાદ (ઇંચમાં)
વલસાડ3.78
પારડી2.87
ચિખલી1.65
ગણદેવી0.79
છોટા ઉદેપુર0.67
નડિયાદ0.51
ઉમ્બરગાંવ0.63
ખેરગામ0.59
Tags :