ખેડૂતો માટે રાહતના સમાચારઃ માવઠાનું જોખમ ઘટ્યું, આજે આ 13 જિલ્લામાં પડશે હળવા વરસાદી ઝાપટા
Gujarat Weather Update: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનું સંકટ ઓછું થતાં જ માવઠાનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. મંગળવારે (13 મે) પાંચ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. જોકે, ગુજરાતના કેટલાક તાલુકામાં હજુ બે દિવસ સામાન્ય માવઠાની સંભાવના છે.
આ પણ વાંચોઃ આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું
હવામાન વિભાગની આગાહી
મંગળવારે બોટાદના બરવાળા, અમરેલીના ખાંભા, છોટા ઉદેપુરના ક્વાંટ અને તાપીના નિઝરમાં વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે (14 મે) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદરમાં હળવા ઝાપટાં પડી શકે છે.
તાપમાનમાં નોંધાયો ઘટાડો
રાજ્યભરમાં મંગળવારે અમદાવાદમાં 38.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે, આવતીકાલથી અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી 14થી 19 મે દરમિયાન અમદાવાદનું તાપમાન 41થી 42 વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં વધારો થવાનું શરુ થઈ શકે છે.