વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, હવે વરસાદ પર વિરામ લાગી શકે છે. હવામાન વિભાગની આજની આગાહી મુજબ, વરસાદ ગણપતિ બાપ્પાને ભિંજવવા નહીં આવે. 10 વાગ્યા સુધીની આગાહીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નહિવત છે. જ્યાં કોઇ એલર્ટ આપવામાં નથી આવ્યું. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ છે અને બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત
10 જિલ્લામાં યલો એલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 10 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જેમાં ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ સ્તરે વરસાદ રહેશે. બાકીના જિલ્લાઓમાં વરસાદની નહિવત શક્યતા છે.
આ પણ વાંચોઃ પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 27-28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.