Get The App

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત

મ્યુનિ.અધિકારીઓની લાપરવાહીના કારણે ત્રીસ લાખની રકમ કોર્ટમાં જમા છે

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News

   ત્રણ દાયકા અગાઉ અપાયેલી  જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત 1 - image  

  અમદાવાદ,મંગળવાર,26 ઓગસ્ટ,2025

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની ૪૦૧૦ ચો.મી.જમીન પરત લેવા અંગે કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરાઈ છે.કબજેદારોએ બાર લાખની રકમ  કોર્પોરેશનમાં ભરી હતી.બાકીની રકમ જમા ના થાય તો જમીનનો કબજો પરત લેવા અને કોર્પોરેશન જમીન ખાલી ના કરાવે ત્યાં સુધી રુપિયા ત્રીસ લાખ કોર્ટમાં જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહીના કારણે ત્રણ દાયકાથી રુપિયા ત્રીસ લાખની રકમ કોર્ટમાં જમા છે.

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની જગ્યામાં ૪૬ રહેણાંક અને ૬ કોમર્શિયલ મળી કુલ ૫૨ કબજેદાર હતા.કોર્પોરેશને જમીન ખાલી કરાવાના બદલે જે તે સમયે હરાજી કરીને  આ જમીન વેચવા નિર્ણય કર્યો હતો.જે માટે જમીનની  બજાર કિંમત રુપિયા ૩૦ લાખ નકકી કરાઈ હતી.જે સામે ૫૨ કબજેદારોએ રુપિયા ૧૨ લાખની રકમ કોર્પોરેશનમાં જમા કરાવી હતી.બાકીની રકમ જમા કરાવી નહીં હોવા છતાં જમીનનો કબજો લેવા હાઈકોર્ટમાં શરણ લીધી હતી.કોર્ટે સુનવણી દરમિયાન કોર્પોરેશન અને અરજદારોની દલીલ સાંભળ્યા પછી અરજદારોને બાકીની ૧૮ લાખની રકમ કોર્પોરેશનમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.અરજદારોએ બાકી રકમ નહીં ભરતા કોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા માટે જમીન ખાલી કરાવવા આદેશ કર્યો હતો.જે તે સમયે કોર્પોરેશને જમીન પણ ખાલી કરાવી નહતી.લીગલ કમિટીની બેઠકમાં અધિકારીઓને સ્થળ તપાસ કરી રીપોર્ટ તૈયાર કરી આગામી બેઠકમાં રજૂ કરવા કહેવાયુ છે.અરજદારોએ ભરેલી રુપિયા ૧૨ લાખની રકમ પરત કરવા તથા તમામ દબાણ દુર કરી જમીનનો કબજો લેવા આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે.

Tags :