Get The App

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા

ગેરકાયદે વૃક્ષ કપાતા વહીવટી ચાર્જ પેટે ગાર્ડન વિભાગે રુપિયા ૮૧ હજારનો દંડ ફટકાર્યો

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News

  પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા 1 - image     

 અમદાવાદ,મંગળવાર,26 ઓગસ્ટ,2025

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ શાલીન રેસિડેન્સીમાં કોર્પોરેશનના ગાર્ડન વિભાગની પરવાનગી વગર ત્રણ લીલા વૃક્ષ કાપી નંખાયા છે. આ મામલે ગાર્ડન વિભાગે  રુપિયા ૮૧ હજારનો વહીવટી દંડ ફટકાર્યો છે.ત્રણ વૃક્ષની સામે પચાસ વૃક્ષ ઉગાડવા પડશે. પચાસ રુપિયાના સ્ટેમ્પપેપર ઉપર બાંહેધરી માંગવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, થલતેજ વોર્ડમાં આવતા શીલજ વિસ્તારમાં આવેલી શાલિન રેસીડેન્સીમાં થોડા દિવસ અગાઉ ગાર્ડન વિભાગની પરવાનગી વગર ત્રણ લીલા વૃક્ષ કાપી નાંખવામાં આવ્યા હોવાનું વિભાગના ધ્યાનમાં આવ્યુ હતુ.ગાર્ડન વિભાગે સ્થળ તપાસ કરતા  પ્રતિ વૃક્ષ લેખે રુપિયા એક હજાર દંડ અને રુપિયા એક હજાર વહીવટી ચાર્જ તથા ૮થી ૧૦ ફુટના   ત્રણ વૃક્ષ સામે પચાસ વૃક્ષ ઉગાડવા કહયુ હતુ.આ ઉપરાંત વૃક્ષો ઉગાડી તેની સારસંભાળ પેટે  પ્રતિ વર્ષ રુપિયા ૨૫૦૦ લેખે કુલ મળીને રુપિયા ૮૧ હજારનો દંડનો ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટ  મ્યુનિસિપલ કમિશનરના નામે જમા કરાવવા સુચના આપી છે.આ અંગે ચેરમેન,સેક્રેટરીને નોટિસ આપવામા આવી છે.

Tags :