Gujarat

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

By GS TEAM
13 Jun 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી 16 થી 19 જૂન દરમિયાન રાજ્યના 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી 16થી 19 જૂન દરમિયાન રાજ્યના 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

14-15 જૂનની આગાહી 

રાજ્યમાં આગામી 14-15 જૂના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને 15 જૂને છોટાઉદેપુર, નર્મદા વરસાદની શક્યતા છે.

16થી 19 જૂનની આગાહી

આગામી 16થી 19 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પારો 42 ડિગ્રી આસપાસ રહેશે

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. જેમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. ગઈકાલે(12 જૂન) અમદાવાદ ખાતે રાજ્યનું સૌથી વધુ 42.7°C તાપમાન નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન 42°Cની આસપાસ રહેવાની સંભાવના છે.