Get The App

જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ 1 - image


Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગષ્ટથી નવી વોટ્સએપ ચેટ બેટ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના મારફત અનેક સેવાનો લાભ નગરજનોને મળશે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા 15મી ઓગસ્ટથી નવી વોટ્સએપ સુવિધાઓની શરૂઆત કરી છે. આ માટે મહાનગર પાલિકાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેના માધ્યમથી વિવિધ સુવિધાઓ મેળવી શકાશે અને લોકો ફરિયાદ પણ કરી શકશે.

જામનગર મહાનગર પાલિકાએ શહેરીજનો માટે વોટ્સએપ નંબર 94265 24365 જાહેર કર્યો છે. આ નંબર પર પ્રથમ હાઈ ટાઈપ કરી સંપર્ક જોડવાનો રહેશે, આ પછી ભાષા અને સંબંધિત શાખા પસંદ કરવાની રહેશે. ત્યાર પછી તમે જે સર્વિસ મેળવવા ઈચ્છતા હો, એ સર્વિસ પસંદ કરવાની રહેશે. આ એક વોટ્સએપ ચેટબેટ છે. આ વોટ્સએપ નંબર મારફતે શહેરીજનો ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટેક્સ એપ્લિકેશન, સર્ચ એસેસમેન્ટ નંબર, ઓનલાઈન રિસિપ્ટ, બિલ ડાઉનલોડ, એસેસમેન્ટ નોટિસ અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન સેવાઓ મેળવી શકશે.

આ ઉપરાંત ઈસી પ્રોફેશનલ ટેક્સ તથા આરસી પ્રોફેશનલ ટેક્સ માટે પણ આ નંબર ઉપયોગમાં લઈ શકાશે. તેમજ ફરિયાદો નોંધાવી શકાશે, અને સર્ટિફિકેટ તથા અરજીપત્રકો મેળવી શકાશે. આ સેવામાં જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની વિગતો મેળવી શકાશે. મહાનગર પાલિકાએ નગરજનોને આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ સેવા શરૂ કરવા માટે કમિશનર ડી.એન.મોદીની સુચનાથી ચીફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મલે જહેમત ઉઠાવી હતી. જેમણે અગાઉ જેએમસી કનેક્ટ એપ્લિકેશન પણ રજૂ કરી હતી.

Tags :