Gujarat

ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માગવાનો આરોપ

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
સતત વિવાદોમાં રહેતી અને ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં, સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એક બિલ્ડર પાસે ખંડણી માંગી તેમને ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માગવાનો આરોપ

Surat Police Arrested Kirti Patel: સતત વિવાદોમાં રહેતી અને ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં, સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એક બિલ્ડર પાસે ખંડણી માંગી તેમને ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

શું હતી ઘટના? 

કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે (17 જૂન) અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે લગભગ એક વર્ષ પહેલાં જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, 'કીર્તિ પટેલે મારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો હું આ 2 કરોડ રૂપિયા ન આપું તો મને ખોટા હનીટ્રેપના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી છે.' 

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર

પોલીસે બિલ્ડર વજુભાઈ કત્રોડિયાના ફરિયાદના આધારે એક વર્ષ પહેલાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે, ફરિયાદ દાખલ થયાથી કીર્તિ પટેલ ફરાર હતી, જે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.