ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો
Gujarat Rainfall: ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનનો 100 ટકા વરસાદ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ વિલંબથી થયો છે. ગયા વર્ષે 26 ઓગસ્ટના જ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.
આ પણ વાંચોઃ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર
100 ટકાથી વધુ વરસાદ
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ મેઘમહેર થયેલી છે. આ બંને રીજિયનમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો પાંચ જિલ્લામાં 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડમાં વડમાં સૌથી વધુ 90, ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.
તાલુકા પ્રમાણે વરસાદની સ્થિતિ
આ પણ વાંચોઃ
રાજ્યના કુલ 70 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 119 ઈંચ, નવસારીના ખેરગામમાં 98.50 જ્યારે વલસાડના ધરમપુરમાં 98.38 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ ન પડયો હોય તેવું છેલ્લે 2021ના વર્ષમાં બન્યું હતું. એ વખતે સરેરાશ 98 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બનાસકાંઠામાં 8ને બચાવાયા
છેલ્લા પાંચ વર્ષમાં સિઝનનો 100 ટકા વરસાદ ક્યારે થયો?
ગુજરાતમાં 2022માં સિઝનનો સરેરાશ 122.09 ટકા, 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં રીજિયન પ્રમાણે વરસાદ