Get The App

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા 1 - image


Gujarat Water Resevoirs: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા છે જ્યારે 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર છે. હાલ 145 જળાશયો હાઇએલર્ટ હેઠળ છે.

આ પણ વાંચોઃ લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ

રાજ્યમાં જળસ્તરની સ્થિતિ

ગુજરાતમાંથી હાલ જે મુખ્ય જળાશયોમાં જળસ્તર 100 ટકાથી વધુ છે તેમાં અરવલ્લીમાંથી હાથમતી, ભાવનગરમાંથી શેત્રુંજી, મોરબીમાં મચ્છુ-1, મચ્છુ-2, અમરેલીના ધાતરવાડી, છોટા ઉદેપુરના રામી, જામનગરના વાઘોડિયા, કચ્છના કંકાવટી-નિરૂણાનો સમાવેશ થાય છે. 145 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ, 12 જળાશયોમાં જળસ્તર 80 ટકાથી 90 ટકા વચ્ચે હોવાથી એલર્ટ, 17 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી 80 ટકા વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ મૂકવામાં આવેલા છે. 70 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા કુલ 32 જળાશયો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર

સરદાર સરોવર 92.47 ટકા જળસ્તર

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13, દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર 92.47 ટકા જેટલું જળસ્તર ધરાવે છે. 

ગુજરાતમાં રીજિયન પ્રમાણે જળસ્તર

રીજિયન

જળાશયો

100% ભરાયેલા

જળસ્તર

ઉત્તર

15

04

88.98%

મધ્ય

17

09

96.92%

દક્ષિણ

13

09

90.74%

કચ્છ

20

13

85.13%

સૌરાષ્ટ્ર

141

76

87.62%

સરદાર સરોવર

--

--

92.47%

Tags :