Get The App

અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર 1 - image


Ahmedabad Helth Department News : સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસ વધુ સંખ્યામાં નોંધાતા હોય છે. સપ્ટેમ્બર મહિનાના તેર દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યૂના 200 કેસ નોંધાયા છે. ગોમતીપુર, બહેરામપુરા ઉપરાંત પાલડી, નવરંગપુરા અને રાણીપ સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યૂના કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.

26 હોટસ્પોટ જાહેર 

એક તરફ અમદાવાદમાં પાણીમાં પોલ્યુશન આવવાના કારણે અલગ અલગ 26 સ્પોટને હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં પાણીની વર્ષો જુની લાઈન બદલવાની કામગીરી શરુ કરાઈ છે. બીજી તરફ સપ્ટેમ્બર ના આરંભથી અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસ નોંધાઈ રહયા છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગને નિયંત્રિત કરવાની કહેવાતી કામગીરીની વચ્ચે સપ્ટેમ્બર માં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગમાં કમળાના 200, ટાઈફોઈડના 180, ઝાડા ઉલટીના 120 તથા વટવા વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 44 સેમ્પલ પીવાલાયક પાણીના નહીં હોવાનુ સામે આવ્યુ છે. 11 સેમ્પલમાં કલોરીન નીલ હોવાનો રીપોર્ટ આવ્યો છે.

વોર્ડ મુજબ ડેન્ગ્યૂના કયાં-કેટલાં કેસ

વોર્ડ    નોંધાયેલ કેસ

ગોમતીપુર 50

બહેરામપુરા 45

લાંભા        35

સરખેજ        30

જોધપુર       25

ચાંદલોડીયા  35

રામોલ        30

વિરાટનગર    25

પાલડી          30

નવરંગપુરા    25

રાણીપ        25

નારણપુરા     25

આઠ વર્ષ સુધીના બાળકો પણ ડેન્ગ્યૂના સકંજામાં આવી ગયા

પ્રાપ્ત થતી વિગત મુજબ,અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર -25 સુધીમાં ડેન્ગ્યૂના કુલ 934 કેસ નોંધાયા છે. આ પૈકી 526 પુરુષ અને 408 મહિલા દર્દી છે. શહેરમાં 1 વર્ષ સુધીના 11, 1થી 4 વર્ષ સુધીના 62 તથા 5થી 8 વર્ષ સુધીના 42 બાળકો આ વર્ષે ડેન્ગ્યૂના સકંજામા આવી ગયા હતા.

Tags :