ગુજરાતમાં જુલાઈમાં જ સિઝનનો સરેરાશ 61% વરસાદ, આ ભાગમાં એક મહિનામાં 53 ઈંચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat monsoon rainfall July 2026 update : ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17 ઈંચ સાથે સરેરાશ 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 21.79 ઈંચ સાથે સિઝનનો 61 ટકા વરસાદ માત્ર એક જ મહિનામાં વરસાવી દીધો છે.
જુલાઈના પ્રારંભે હતી વરસાદની ખાધ
જૂન મહિનાના અંતે ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 1.38 ઈંચ (3.87 ટકા) વરસાદ જ નોંધાયો હતો. જેના કારણે ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ જુલાઈ મહિનાની શરુઆતથી જ મેઘરાજાએ એવી બેટિંગ કરી કે વરસાદની તમામ ખાધ દૂર થઈ ગઈ છે.દક્ષિણ ગુજરાતમાં 55.45 ઇંચ સાથે સિઝનનો 91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાંથી 53 ઇંચ વરસાદ તો માત્ર એક જ મહિનામાં વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 જ્યારે ઉત્તર ગુજરાતમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોઈએ તો:
- 5 તાલુકાઓમાં: 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- 66 તાલુકાઓમાં: 20 થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે.
- 118 તાલુકાઓમાં: 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે.
- 13 તાલુકાઓમાં: 5 થી 10 ઈંચ વરસાદ પડ્યો છે.
- 3 તાલુકાઓમાં: હજુ પણ વરસાદ 2 ઈંચથી ઓછો નોંધાયો છે.
રિજિયન પ્રમાણે વરસાદની સ્થિતિ
- દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે, જ્યાં એક જ માસમાં ભારે વરસાદ ખાબક્યો છે. રિજિયન પ્રમાણે કુલ વરસાદની સ્થિતિ
- દક્ષિણ ગુજરાત: જૂનમાં 2.82 ઈંચ અને જુલાઈમાં 55.45 ઈંચ (કુલ 71.35 ટકા)
- સૌરાષ્ટ્ર: જૂનમાં 0.56 ઈંચ અને જુલાઈમાં 14.65 ઈંચ (કુલ 48.81 ટકા)
- પૂર્વ મધ્ય: જૂનમાં 1.88 ઈંચ અને જુલાઈમાં 20.00 ઈંચ (કુલ 52.16 ટકા)
- ઉત્તર ગુજરાત: જૂનમાં 0.78 ઈંચ અને જુલાઈમાં 13.45 ઈંચ (કુલ 46.76 ટકા)
- કચ્છ: જૂનમાં 0.04 ઈંચ અને જુલાઈમાં 4.06 ઈંચ (કુલ 20.67 ટકા)









