Get The App

ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી 1 - image

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. એવામાં રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં બે જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સિવાય રાજ્યના 13 જિલ્લામાં યલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. 

આ ત્રણ જિલ્લામાં રહેશે રેડ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 વાગ્યા સુધીમાં અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ વાપીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન

13 જિલ્લામાં યલો એલર્ટ 

આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં યલો એલર્ટ છે. આ જિલ્લામાં 1 વાગ્યા સુધી હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયલો વરસાદ વરસી શકે છે. 

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. રેડ અને યલો એલર્ટ જાહેર કરાયેલા 15 જિલ્લા સિવાય રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 

આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ

21-22 ઓગસ્ટની આગાહી

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે. 

23-24 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.