Gujarat

સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે! રવિવારે 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં 1 ઓગસ્ટે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ નોંધાયો. મોરબીમાં સૌથી વધુ 8.74 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 2 ઓગસ્ટે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 3થી 7 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે! રવિવારે 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 8.74 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 7 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રવિવારે(2 ઓગસ્ટે) કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

9 જિલ્લામાં ત્રણ કલાકનું રેડ એલર્ટ

હવામાન વિભાગના ત્રણ કલાકના નાવકાસ્ટ અનુસાર, 1 ઓગસ્ટના રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ અને દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image.png

2 ઓગસ્ટની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 2 ઓગસ્ટના રોજ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

3થી 7 ઓગસ્ટની આગાહી

IMD મુજબ, રાજ્યમાં 2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં આગામી 3થી 7 ઓગસ્ટ સુધીમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો

image.png
image.png
image.png
image.png
image.png