Gujarat

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ

By GS TEAM
4 Sep 20253 mins read
TukuTouch Logo
દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આ અઠવાડિયું અનેક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી અઠવાડિયું ક્યાં અને કેટલો રહેશે વરસાદ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ

Gujarat Weather Forecast: દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આ અઠવાડિયું ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી અઠવાડિયું ક્યાં અને કેટલો રહેશે વરસાદ.

આ પણ વાંચોઃ વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી

4 સપ્ટેમ્બર

હવામાન વિભાગ દ્વારા, ગુરુવારે (4 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 12 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 10 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ ભરુચ, નર્મદા અને છોટા ઉદેપુર
  • ઑરેન્જ ઍલર્ટઃ દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર અને અમરેલી. 
  • યલો ઍલર્ટઃ ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા.


5 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 18 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
  • ઑરેન્જ ઍલર્ટઃ સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
  • યલો ઍલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.


આ પણ વાંચોઃ પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ

6 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
  • ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
  • યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. 


7 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 11 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ કચ્છ
  • ઑરેન્જ ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
  • યલો ઍલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ 


8 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, સોમવારે (8 સપ્ટેમ્બર) વરસાદનો માહોલ શાંત પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે વરસાદ ઓછો રહેશે. સોમવારે ફક્ત 3 જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહીંવત્ છે. 

  • યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ