Get The App

પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ 1 - image


Gujarat High Court: પેઇંગ ગેસ્ટ તરીકે રહેનારાઓને સ્થાનિક સોસાયટીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કનડગત મામલે પેઇંગ ગેસ્ટ એસોસિએશન તરફથી રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, રાષ્ટ્રની સુરક્ષાથી વધારે કશું જ ન હોય શકે. પેઇંગ ગેસ્ટ તરીકે રહેનારાઓની માહિતી તંત્રને હોય એ રાજ્ય અને રાષ્ટ્ર હિતમાં છે. પીજીના ઓઠા હેઠળ અસામાજિક તત્ત્વોથી થતા ઉપદ્રવ રોકવાની જરૂર છે અને પીજીને લઈ પ્રવર્તમાન કાયદા, નિયમ કે જોગવાઈઓનું પાલન કરવાની તમામની જવાબદારી છે. જસ્ટિસ મોના ભટ્ટે પીજી એસોસિએશનને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દઈ તેમની રિટ અરજીનો નિકાલ કર્યો હતો.

આ પણ વાંચોઃ ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ

પીજી એસોસિએશને હાઇકોર્ટમાં કરી અરજી

AMC સત્તાધીશો દ્વારા પીજી ચલાવતા સંચાલકોને નોટિસ આપી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે આગ્રહ રાખવામાં આવતાં તેને લઈને પણ એસોસિએશન તરફથી વાંધો ઉઠાવાયો હતો, જે અંગે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, પેઇંગ ગેસ્ટ ચલાવનારાઓએ પણ નિયમ પાલન અને કાયદાકીય જોગવાઈની ચુસ્ત અમલવારીની જવાબદારી લેવી પડે. અધિકાર પ્રાપ્તિની સાથે-સાથે ફરજ પાલન પણ એટલું જ જરૂરી છે. પીજી તરીકે રહેવા અંગે જરૂરી કરાર, પોલીસ વેરિફિકેશન સહિતની પ્રક્રિયા પૂરી કરવા છતાં AMC દ્વારા ફાયર એનઓસી, પોલીસ એનઓસી અને સોસાયટીની એનઓસી સહિતના દસ્તાવજોની માંગણી કરી તેમને બિનજરૂરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવા અંગે પેઇંગ ગેસ્ટ એસોસિએશન તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. 

આ પણ વાંચોઃ જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ્થાનિકો પરેશાન

કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

જો કે, જસ્ટિસ મોના ભટ્ટે પેઇંગ ગેસ્ટ એસોસિએશનને રાહત આપવાનો ઇનકાર કરી તેમની અરજીનો નિકાલ કરતાં સ્પષ્ટ જણાવ્યું કે, સત્તાધીશો દ્વારા આવા દસ્તાવેજોની માંગણી કરતા હોય તો તે યોગ્ય છે અને કો.ઓ.સોસાયટીના બાયલોઝમાં પીજીની મંજૂરી ન હોય તો તેમાં હાઇકોર્ટ કોઈ દરમિયાનગીરી કરી નહીં શકે. શહેરના 131 જેટલા પીજી સંચાલકો તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરી જણાવાયું હતું કે, AMC સત્તાધીશો અને સ્થાનિક સોસાયટીના લોકો બિનજરૂરી કારણોને લઈ પીજીમાં રહેતા નિર્દોષ છોકરા-છોકરીઓને કનડગત કરી રહ્યા છે.


Tags :