Get The App

ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 1 - image


Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. 

આ પણ વાંચોઃ ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં

8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 2 - image

આ પણ વાંચોઃ હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

26 જિલ્લામાં યેલો એલર્ટ

આ સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. 

Tags :