હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
- બગોદરા-બાવળા હાઈવે પર આડેધડ વાહન પાર્ક કરતા ચાલકને દંડ
બગોદરા : અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બગોદરા-બાવળા હાઈવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો પાસેથી રૂ.૧૦,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
??હાઈવે પર આવેલી હોટલો અને ઔદ્યોગિક એકમો પાસે વાહનચાલકો બેફામ રીતે વાહનો પાર્ક કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. ભૂતકાળમાં આવા પાર્ક કરેલા વાહનોને કારણે ઘણા અકસ્માતો થયા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેમાં ?ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક પોલીસે ભાયલા ટોલટેક્સ પાસે કોરોના કંપનીની સ્ટાફ બસ અને અન્ય વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભમાસરા ગામ નજીક મકાઈની કંપનીમાં માલ લઈને આવેલા વાહનો જે હાઈવે પર જ પાર્ક કરાયેલા હતા, તેમને પણ ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો છે.