ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી
Weather Forecast: રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, હવે તહેવારોની શરુઆત થઈ ચૂકી છે. ગણેશજી બિરાજમાન છે અને એક મહિના બાદ મા અંબા ગરબે ઘુમવા આવશે. એવામાં ખેલૈયાઓ અત્યારથી નવરાત્રિને લઈને તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આગાહીકાર અંબાલાલના જણાવ્યા અનુસાર, આ વર્ષે નવરાત્રિમાં મેઘરાજા રંગમાં ભંગ પાડવામાં આવી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 30 ઑગસ્ટ અને સપ્ટેમ્બરની શરુઆતામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 27-28 ઑગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે, 30 ઑગસ્ટ અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર
નવરાત્રિમાં વરસાદ
અંબાલાલના જણાવ્યા મુજબ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં ચારથી છ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. જોકે, 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાના કારણે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે.