Get The App

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના 1 - image


Surat Ganeshotsav 2025 : મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવની ધુમ જોવા મળી રહી છે અને તેની સાથે જ આજે સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ઘર અને મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગઈ હતી તે મોડે સુધી જોવા મળી હતી. શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને હવે સતત દિસ દિવસ બાપાની ભક્તિ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણેશજીની સ્થાપના કરતાની સાથે જ સુરત ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. 

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના 2 - image

સુરતમાં આ વર્ષે પણ 80 હજારથી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. લોકોએ પોતાના ઘર, રહેણાંક સોસાયટી ઉપરાંત સંખ્યાબંધ મોટા ગણેશ આયોજકો દ્વારા ગણપતિ ઉત્સવ માટે લાબા સમયથી તૈયારી કરી હતી અને આજે ગણેશ ચતુર્થીના દિવસે બાપાની હર્ષ અને ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે સ્થાપના કરી હતી. બાપાની સ્થાપના પહેલા અનેક આયોજકો અને રહેણાંક સોસાયટીમાં ઢોલ નગારા સાથે ગણેશજીના ભક્તોએ માહોલ બનાવી દીધો હતો. 

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે બાપાના આગમન સાથે સુરત શહેર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું છે. સંખ્યાબંધ ગણેશ મંડળોએ ગઈકાલે રાત્રે શહેરના રસ્તાઓ પર શોભાયાત્રા કાઢી હતી તેના કારણે સુરત ઝગમગી ઉઠ્યું હતું. રાત્રીના શહેરના કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ગણેશ આગમનના કારણે બંધ થઈ ગયા હતા. ગણપતિ બાપ્પાના આગમન સમયે "ગણપતિ બાપ્પા મોરિયા"ના ઉલ્લાસભેર નારા ગુંજતા શહેરમાં તહેવારની રંગત જમાવી દીધી છે. સુરતના અનેક સોસાયટી, સાર્વજનિક મંડળ અને સંસ્થાઓએ વિશાળ મંડપ ઉભા કરી આ તહેવારને જીવંત બનાવી દીધો છે. આજની સ્પાના બાદ દસ દિવસ સુધી ગણેશ મંડપમાં વિવિધ પુજા સાથે છપ્પન ભોગ અને સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે. દસ દિવસની બાપાની ભક્તિ માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :