For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત પોલીસે એક વર્ષમાં 450 સ્થળે દરોડા પાડી 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

મોંઘવારી વિરુધ્ધ કોંગ્રેસના સાંકેતિક બંધ

Updated: Sep 10th, 2022

Article Content Image


- પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના નેટવર્કમાં મોટું ગાબડું પાડયું, 650 આરોપીઓને આજસુધી જામીન મળ્યા નથીઃ હર્ષ સંઘવી

           સુરત

ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૫૦ સ્થળોએ દરોડા પાડીને અંદાજીત ૬૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. પકડાયેલા ૬૫૦ થી વધુ ડ્રગ્સ માફિયાઓને આજદિન સુધી જામીન મળ્યા નથી. એટલુ જ નહીં પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના નેટવર્કમાં મોટું ગાબડું પાડવામાં આવ્યું છે એમ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

સુરત જિલ્લા સેવાસદનમાં પત્રકારો સાથે વાતચિત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સંયુકત ઓપરેશન પાર પાડીને કલકતા ડીઆરઆઇ સાથે મળીને ૨૮૦ કરોડનું ૩૯ કિલો ડ્રગ્સ પકડયુ હતુ. રાજયની પોલીસે ગુજરાતની નહીં પણ દેશની અનેક રાજયની સીમાઓ પર જઇને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્ક તોડી પાડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે. દેશના યુવાધનને ખોખલુ કરતા ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સઘન કામગીરી કરી રહી છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના નેટવર્કમાં મોટું ગાબડું પાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં દિલ્હીમાં પકડવામાં આવેલુ ડ્રગ્સ અને મુઝફ્ફરમાં પકડાયેલ ડ્રગ્સ અંગેની વિગતો પણ આપણી પોલીસે આપી હતી. છેલ્લા એક વર્ષમાં ૪૫૦ સ્થળોએ દરોડા પાડીને અંદાજીત ૬૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અને તે ડ્રગ્સ સાથે પકડાયેલા ૬૫૦ થી વધુ ડ્રગ્સ આરોપીઓને આજદિન સુધી જામીન મળ્યા નથી.

મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન જેવા રાજયોનું ડ્રગ્સ નેટર્વક તોડવામાં  ગુજરાત પોલીસનો દબદબો જોવા મળ્યો છે. ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસીની ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા છે. અન્ય રાજયોની પોલીસ પણ ડ્રગ્સ પોલીસીની વિગતો મંગાવી રહી છે. ગુજરાત  સરકાર હજુ ડ્રગ્સ માફિયા સામે કડક પગલાં લેવા કટિબદ્વ છે.

ફાઇનાન્સ વિભાગ મંજુરી આપશે તો પોલીસ એફિડેવિટ દુર કરાશેઃ ગૃહમંત્રી

ગ્રેડ પે આપવાને બદલે પોલીસ કર્મચારીઓને માત્ર ભથૃથામાં વાૃધારો કરીને ફરજિયાત એફિડેવિટ માંગવામાં આવતા ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ફાઇનાન્સ વિભાગ મંજુરી આપશે તો એફિડેવિટનો મુદ્દો દુર કરી દેવાશે.

પોલીસ કર્મચારીઓને ગ્રેડ પેનો લાભ અપાશે તેમ કહીને માત્ર પ્રોત્સાહક રકમ રૃપે ભથૃથા વાૃધારાયા હતા. અને તેમાટે પોલીસ કર્મચારીઓ પાસે ફરજિયાત એફિડેવિટ માંગવામાં આવતા વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ કર્મચારીઓ એફિડેવિટ આપવા તૈયાર ન હોવાાૃથી તેમના પર દબાણ કરવામાં આવી રહ્યુ હોવાની ફરિયાદો ઉઠી છે.

દરમિયાન આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોલીસને સૌાૃથીવધુ ભંડોળ આપવામાં આવ્યું છે. પોલીસ જવાનોને ખોટી દિશામાં લઇ જવા પેરવી ાૃથઇ રહી છે. પોલીસ જવાનો પાસે માંગવામાં આવેલી એફિડેવિટ મુદ્દે તેમણે કહ્યું કે, એફિડેવિટનો ઇસ્યુ દુર કરવા રાજ્યના ફાઇનાન્સ વિભાગને જાણ કરી છે. અને વિભાગમાંાૃથી મંજુરી આપવામા ંઆવશે તો એફિડેવિટ લેવાશે નહી.

કિસાનસંઘ ગૃહ રાજ્યમંત્રીના ઘરે પહોંચ્યું, પ્રશ્નો ઉકેલવા રજૂઆત

કિસાન સંઘ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી તેમની માંગણીઓ સ્વીકાર ન થતા કિસાન સંઘના અગ્રણીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જોકે, તેમને અહી બંદોબસ્તમાં તહેનાત પોલીસ જવાનોએ અટકાવી દીધા હતા. પણ ગૃહમંત્રીએ લઘુત્તમ ટેકાના ભાવ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવા આવેલા કિસાન સંઘના હોદ્દેદારો સાથે મુલાકાત કરીને તેમને સાંભળ્યા હતા. અને સરકાર દ્વારા તેમના પ્રશ્નો અંગે ઉકેલ માટે ચર્ચા ચાલી રહી હોવાનું આશ્વાસન આપ્યું હતું.

Gujarat