સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા
Gujarat Govt School: ગુજરાતમાં સરકારી ‘સ્માર્ટ' સ્કૂલો શરૂ કરવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ હોવાનું સ્પષ્ટ જણાય છે. સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી.
ગુજરાતમાં સરકારી સ્કૂલની સંખ્યા ફક્ત 34.5 હજાર
વર્ષ 2023-24માં સૌથી વધુ સરકારી સ્કૂલ હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 1.37 લાખ સાથે મોખરે, મધ્ય પ્રદેશ 92439 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 82307 સાથે ત્રીજા સ્થાને છે. બિહાર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં સરકારી સ્કૂલો છે. ગુજરાતમાં કુલ 34597 જેટલી સરકારી સ્કૂલો છે.
કયા રાજ્યમાં કેટલી સરકારી શાળા?
આ પણ વાંચોઃ ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ
પાંચ વર્ષમાં 443 સરકારી શાળાને તાળા વાગ્યા
અધૂરામાં પૂરૂ પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 443 જેટલી સરકારી સ્કૂલોને તાળા લાગ્યા છે. ગુજરાતમાં 2019-20માં 35040, 2020-21માં 34967, 2021-22માં 34699, 2022-23માં 34,951 જેટલી સરકારી સ્કૂલો હતી. 2022-23 કરતાં 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા વધી હોય તેવા રાજ્યમાં બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.