ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ
Gujarat Taxpayers: નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાંથી 20.16 લાખ કરદાતાઓએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. જેમાં વર્ષે રૂપિયા 12 લાખ કે તેથી વધુ આવક હોય તેવા 1.46 લાખ કરદાતા છે. દેશભરમાં કુલ 48.14 લાખ કરદાતા રૂપિયા 12 લાખથી વધુની આવક ધરાવે છે. જેમાં મહારાષ્ટ્ર 7.48 લાખ સાથે મોખરે છે. આ યાદીમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગાણા પણ ગુજરાત કરતા આગળ છે.
2024-25માં કયા રાજ્યથી સૌથી વધુ ITR ફાઇલ થયા?
(30 જૂન 2025 સુધીની સ્થિતિ)
2.50થી 5 લાખની આવક ધરાવતા સૌથી વધુ લોકો
નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતમાંથી જે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા તેમાંથી સૌથી વધુ 8.84 લાખ કરદાતાની આવક 2.50 લાખથી 5 લાખની વચ્ચે છે. આ સિવાય 4.58 લાખ કરદાતા 5 લાખથી રૂપિયા 7.50 લાખ વચ્ચે સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 2023-24ની સરખામણીએ 2024-25માં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 2023-24માં 21.76 લાખ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું. 2024-25માં સૌથી વધુ રિટર્ન ફાઇલ કર્યું હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્ર 49.13 લાખ સાથે મોખરે છે. ઉત્તર પ્રદેશ 34.60 લાખ સાથે બીજા નંબરે છે, જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.
2024-25માં 12 લાખથી વધુની આવક ધરાવતા કરદાતા
25 લાખથી વધુ આવક ધરાવતા લોકોમાં વધારો
નોંધનીય છે કે, નવા ટેક્સ સ્લેબમાં 2 લાખની આવક અને 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનના કારણે 12.75 લાખની આવક પર ઝીરો ટેક્સ છે. પરંતુ જો આવક 12.76 લાખ થઈ તેના પર 15 ટકાના સ્લેબમાં ટેક્સ ચૂકવવો પડશે. જે મુજબ 62556 રૂપિયા ટેક્સ પેટે ચૂકવવા પડશે. પરંતુ માર્જિનલ રિલિફના કારણે ટેકસેબલ ઈન્કમ રૂપિયા 1000 પર 1000 રૂપિયા જ ટેક્સ ચૂકવવો પડે છે. ગુજરાતમાં 25 લાખથી 50 લાખ રૂપિયાની આવક ધરાવતા 2023-24માં 20531 હતા અને તે 2024-25માં વધીને 23606 થયા છે. આ પ્રમાણે 2022-23માં 16808, 2021-22માં 14469 હતા. આમ, 2021-22 કરતાં 2024-25માં 25 લાખથી વધુ આવક ધરાવતા કરદાતામાં 50 ટકાથી વધુના વધારા નોંધાયા છે.
આ પણ વાંચોઃ ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
ગુજરાતમાંથી ફાઇલ થયેલા ઈન્કમટેક્સ રિટર્ન