મોરબીમાં ડિવાઇડર ક્રોસ કરતી વખતે બોલેરો કારે અડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત
Morbi Accident: મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક ડિવાઇર ક્રોસ કરતી વખતે બાઇક ચાલકને બોલેરો કારે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
શું હતી ઘટના?
મોરબીના પીપળી ગામે રહેતા વિનુબેન ગોહેલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, જ્યારે પીઠાભાઈ ગોહેલ બાઇક પર જેતપર રોડ નજીક ડિવાઇડર ક્રોસ કરતા હતા, ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે ગાડી આવી અને તેમને અડફેટે લઈ લીધા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે. આ સિવાય હાલ પોલીસ અકસ્માત કરનાર વાહન ચાલકની શોધ કરી રહી છે.