Gujarat

ખનીજ લઈ જતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ, ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
રાજ્ય સરકાર દ્વારા ખનીજનું વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તેને સતત ચાલુ રાખવાનું ફરજિયાત કરી દેતા ખનીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અનેક નિયમોનું કડક પાલન કરવાની સાથે સાથે હવે સરકારે નવો નિયમ અમલમાં મૂકતા છૂપો રોષ પણ ફાટી નીકળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખનીજ લઈ જતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ, ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય

Gujarat Mining Update: રાજ્ય સરકાર દ્વારા ખનીજનું વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તેને સતત ચાલુ રાખવાનું ફરજિયાત કરી દેતા ખનીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અનેક નિયમોનું કડક પાલન કરવાની સાથે સાથે હવે સરકારે નવો નિયમ અમલમાં મૂકતા છૂપો રોષ પણ ફાટી નીકળ્યો છે.

ખનીજ ઉત્પાદકો અને સરકાર વચ્ચે ખેંચતાણની શક્યતા

રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હવે 15 ડિસેમ્બરથી રેતી, કપચી સહિતના ખનીજનું વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ સતત ચાલુ રાખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દરેક જિલ્લાની ખાણખનીજ વિભાગની ઓફિસ દ્વારા તમામ ઉત્પાદકોને સૂચના આપી તેનો કડક અમલ કરવાનું જણાવ્યું છે અને તે સાથે એવી ચીમકીઓ પણ ઉચ્ચારી છે કે મુસાફરી દરમિયાન જીપીએસ બંધ હશે અથવા પૂરતો ડેટા નહી મળે તો રોયલ્ટી પાસ અને ચલણ નીકળશે નહી એટલે કે ખનીજ ઉત્પાદકો માટેની આખી સિસ્ટમ જ બ્લોક કરી દેવાશે.સરકાર દ્વારા હાલમાં 15 દિવસ સુધી થોડી છૂટછાટ આપી છે અને 30 ડિસેમ્બર સુધીમાં 80 ટકા ડેટા ફરજિયાત કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમનો ફિયાસ્કો, સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ

સરકારની સૂચના મુજબ ખનીજ વહન કરતા તમામ વાહનોની આખી ટ્રિપ દરમિયાન જીપીએસ ડિવાઇસ ફરજિયાત ચાલુ જ રહેવું જોઇએ, જીપીએસ સાથે કોઇપણ પ્રકારના ચેડા કરવામાં આવશે તો ગાડી બ્લેક લિસ્ટ થઇ જશે. ખનીજ વહન માટેના કડક નિયમો અમલમાં આવતાં જ ખનીજનું ઉત્પાદન કરતા વેપારીઓમાં સરકાર સામે કકળાટ શરૂ  થઇ ગયો છે.

પર્યાવરણ પ્રમાણપત્ર, ખાણ ખનીજ ખાતાના સ્ટાફની હેરાનગતિ ઉપરાંત અનેક પ્રશ્નો અને હવે જીપીએસ સિસ્ટમની જવાબદારી પણ ઉત્પાદકોના માથે નાંખી દેવામાં આવી છે.