Gujarat

ગુજરાતમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ, ગીરથી બરડા સુધી સિંહોના કુદરતી વિસ્તાર અને સુરક્ષિત અવરજવરને સુનિશ્ચિત કરાશે

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સિંહોના સુરક્ષિત વિહાર માટે WII દ્વારા 11 'લાયન કોરિડોર' ઓળખાયા છે. આ કોરિડોર ગીરના જંગલને અન્ય અભયારણ્યો સાથે જોડે છે. કેન્દ્ર સરકારે આ માટે ગુજરાતને ₹200.01 લાખ (2022-23) અને ₹206.99 લાખ (2023-24)ની ગ્રાન્ટ આપી છે. સિંહો હવે ગીરનાર, પાનિયા, મિતીયાળામાં પણ વસે છે. આ કોરિડોર સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ, ગીરથી બરડા સુધી સિંહોના કુદરતી વિસ્તાર અને સુરક્ષિત અવરજવરને સુનિશ્ચિત કરાશે

Gujarat 11 Lion Corridors WII Identification: ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક સિંહો હવે માત્ર ગીરના અભયારણ્ય પૂરતા સીમિત ન રહેતાં સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મુક્તપણે વિહરી રહ્યા છે. સિંહોના આ કુદરતી વિસ્તાર અને સુરક્ષિત અવરજવરને સુનિશ્ચિત કરવા માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(WII) દ્વારા રાજ્યમાં 11 મુખ્ય 'લાયન કોરિડોર'ની ઓળખ કરવામાં આવી છે. આ કોરિડોર ગીરના મુખ્ય જંગલને અન્ય અભયારણ્યો અને સાનુકૂળ વન્ય વિસ્તારો સાથે જોડે છે, જેનાથી સિંહો ઉપરાંત દીપડા જેવા અન્ય હિંસક પ્રાણીઓને પણ સુરક્ષિત રહેઠાણ અને માર્ગ મળે છે.

WII દ્વારા ચિહ્નિત કરાયેલા 11 મુખ્ય 'લાયન કોરિડોર'

અભ્યાસ દરમિયાન ઓળખી કાઢવામાં આવેલા મુખ્ય અવરજવર માર્ગો,

  • ગીર – ગીરનાર વન્યજીવ અભયારણ્ય
  • ગીર વેરાવળ – સૂત્રાપાડા કોરિડોર
  • ગીર – કોડીનાર કોરિડોર
  • ગીર – રાજુલા કોરિડોર
  • ગીર – મિતીયાળા – પાલીતાણા કોરિડોર
  • ગીર – શેત્રુંજી કોરિડોર
  • પાલીતાણા – મહુવા કોરિડોર
  • પાલીતાણા – ભાવનગર કોરિડોર
  • શેત્રુંજી – હિંગોળગઢ કોરિડોર
  • હિંગોળગઢ – રામપરા કોરિડોર
  • ગીર – બરડા કોરિડોર

ગીરનાર, પાનિયા અને મિતીયાળામાં સિંહોનો કાયમી વસવાટ

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સિંહો પોતાના કુદરતી અને અર્ધ-કુદરતી માર્ગોનો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે સ્થાનાંતરિત થઈ રહ્યા છે. ગીરની આસપાસના રક્ષિત વિસ્તારો અને સંલગ્ન જંગલ કોરિડોરના કારણે સિંહો હવે મિતીયાળા, પાનિયા અને ગીરનાર જેવા વિસ્તારોમાં સફળતાપૂર્વક સ્થાયી થઈ શક્યા છે.

વન્યજીવોના કુદરતી આવાસના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ડેવલપમેન્ટ ઓફ વાઇલ્ડલાઇફ હેબિટેટ્સ' (CSS-DWH) યોજના હેઠળ ગુજરાતને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલું ભંડોળ...

નાણાકીય વર્ષ
ફાળવેલી ગ્રાન્ટ (રૂપિયામાં)
2022-23
₹200.01 લાખ
2023-24
₹206.99 લાખ
2024-25
₹801.58 લાખ
2025-26
₹371.54 લાખ

મંજૂર કરાયેલા વૈધાનિક વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન હેઠળ આ તમામ કોરિડોરના સંરક્ષણ અને પુનઃસ્થાપનની કામગીરી સતત ચાલી રહી છે. સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી લાંબા ગાળાના સંરક્ષણ માટે આ કોરિડોર અત્યંત નિર્ણાયક સાબિત થશે.