ગુજરાત હાઈકોર્ટ દ્વારા 466 ન્યાયાધીશોની બદલીઃ ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજનો પણ કરાયો સમાવેશ
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સફરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં 63 જજને અન્ય જિલ્લાઓમાં નિયુક્ત કરાયા છે. આમ, લોઅર જયુડીશરીમાં કુલ 466 જેટલા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 16મી સિંહ ગણતરી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચોટીલાના વિસ્તારનો સમાવેશ
કેટલાક ન્યાયાધીશોની એ જ કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર
આ બદલીમાં 96 સિવિલ જજની એ જ કોર્ટ સંકુલમાં અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, મહેસાણા અને ભરૂચના 7, વડોદરાના 10, સુરતના 8, આણંદ અને બનાસકાંઠાના 5, ગાંધીનગર અને કચ્છના 4, બોટાદ અને સાબરકાંઠાના 3, ભાવનગર-જામનગરના 2, ખેડા અને જૂનાગઢના 1નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ સમય વિત્યા બાદ જિ.પં.ના મહિલા પૂર્વ પ્રમુખના પતિ ગોપાલ ચાવડાનું ટેન્ડર મંજૂર કરાતા વિવાદ
જોકે, આ સિવાય 200 સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, તો 46 જજની એ જ કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર આપવામાં આવી છે. જેમાં અમદાવાદના 15 જજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિકટ જજ કેડરના 63 ન્યાયાધીશોને પણ અન્ય જિલ્લામાં ટ્રાન્સફર આપી છે. જયારે 48 જેટલા જયુડીશીયલ ઓફિસરોને સેશન્સ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જેમાં અમદાવાદના 6 ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.