Get The App

16મી સિંહ ગણતરી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચોટીલા ના વિસ્તારનો સમાવેશ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
16મી સિંહ ગણતરી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચોટીલા ના વિસ્તારનો સમાવેશ 1 - image


સાયલા - હાલ ૧૬ મી સી ગણતરી ગીર વિસ્તારમાં ચાલી રહી છે જેની અંદર બૃહદ ગીરમાં સુરેન્દ્રનગર જિલ્લાના  સાયલા અને ચોટીલાના વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે ગુજરાતમાં ૧૧ જિલ્લામાં સિંહની વસ્તી ગણતરી ચાલુ છે. ગણતરી ૧૦મી મે થી ૧૩ મે સુધી ગણતરી શરૃ રહેશે.

ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો ૧૬મો તબક્કો સાસણ ગીર ખાતેથી રવિવાર ૧૦મી મેથી શરૃ થયો છે. ૧૩મી મે ૨૦૨૫ સુધી ચાર દિવસમાં રાજ્યના ૧૧ જિલ્લા અને ૫૮ તાલુકાના ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના બે તાલુકા સાયલા અને ચોટીલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

હાલ આ ગણતરીની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા તાલુકાનો સમાવેશ થતાં અને ભૂતકાળમાં એટલે કે આજથી બે વર્ષ પહેલાં સીહ આ બંને તાલુકામાં ત્રણ મહિના રોકાયા હોવાથી અત્યાર સુધીની સિંઘ ગણતરીમાં આ વર્ષે પ્રથમ વખત જ સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરી થઈ રહી છે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહની વસ્તી નથી પરંતુ ભવિષ્યમાં આ વિસ્તારમાં સિંહની સંખ્યા આવશે એટલે વન વિભાગ દ્વારા આગવા આયોજનના ભાગરૃપે અત્યાથી જ આ ગણતરી ચાલુ કરી દેવામાં આવી છે.

 

ગણતરીની અંદર બંને તાલુકામાં કોડ આપવામાં આવ્યા છે તેમજ શબઝોન તાલુકા સબ ઝોનલ અધિકારી તેમજ તેમના હોદા નક્કી કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટર સહિતના લોકો દ્વારા સમગ્ર કામગીરી ગણતરી હાથ ધરવામાં આવશેય ગણતરી એકમ કોડથી જુદા જુદા ગામો નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ જ આ ગણતરી કરશે. સાયલા તેમજ ચોટીલાના રેવન્યુ વિસ્તારમાં સમગ્ર કામગીરી ગણતરીની હાથ ધરાશે


Tags :