Get The App

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'તમે કોર્ટના હુકમોની અવગણના કરી રહ્યા છો'

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'તમે કોર્ટના હુકમોની અવગણના કરી રહ્યા છો' 1 - image


Gujarat High Court On Child Protection Policy: ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. હાઇકોર્ટે કહ્યું- 'તમે કોર્ટના હુકમોની અવગણના કરી રહ્યા છો.' આમ, ચાઇલ્ડ પ્રોટેકશન એકટ હેઠળ જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો કે, 'સરકાર છેલ્લા એક વર્ષથી શું કરે છે? ડ્રાફટ પોલિસીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. તમને 90 દિવસનો સમય આપ્યો હતો તેના બદલે એક વર્ષ થઇ ગયુ છતાં તમે કોઇ પોલિસી બનાવી નથી. તમે કન્ટેમ્પટમાં આવો છો.'

ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી મુદ્દે ગુજરાત સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ

સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને વધુ સમય આપવા ઇન્કાર કર્યો હતો. જેમાં હાઇકોર્ટે સરકારની મુદત વધારવાની અરજીને ફગાવી દીધી છે. સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, 'વધુ સમય માગવા માટે અરજી કરી હતી. જેમાં કહ્યુ હતુ કે ઉદ્યોગ તરફથી જે સૂચનો મંગાવવામાં આવ્યા હતા તે બાળમજૂરીને લગતા સૂચનો આવ્યા નથી.' 

આ પણ વાંચો: હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરોને કડક આદેશ!

હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, 'અન્ય રાજયોમાં ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી બનાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યુ છે, પરંતુ ગુજરાતમાં પોલિસી બનાવી નથી.'